Est.1968 - Regd. No. B/1127/Surat - Malekpore

Anjuman-E-Talimul Muslimeen

Surat | Tapi | Navsari | Valsad | Dang

“દરેક માણસ આ દુનિયામાં ચોકકસ હેતુથી આવે છે. તેની પાસે પુર્તિ કરવા માટે કંઇક છે.આપવા માટે કંઇક સંદેશ છે. આપણે અહીં પૃથ્વી પર આકસ્મિત નથી આવ્યાં. પરંતુ, આપણું અહીં હોવું અથૅપૂણૅ છે. આપણા અહીં હોવા પાછળનો કશોક હેતુ છે. આપણા ધ્વારા કશુંક થાય એવો ચોકકસ આશય છે.” એવો મારો ગુરુમંત્ર છે. એટલે જ, સમાજ પ્રત્યેનું ઋણ ભલે નાનું પણ અદા કરવાની જવાબદારી અમો એ સહજ સ્વીકારી છે. આથી જ, મારા હદયમાં જે નામ ધબકે છે. એ મારી શાળા ‘અંજુમન’ અને મારા ‘વિધાથીઓ’ કે જેમનું સામાજિક ઉત્તરદાયિત્વ સ્વીકારી તેમની ઉચ્ચ કેળવણી તથા વિવિધ તાલીમને શિક્ષણના માધ્યમ થકી ઉજજવળ ભવિષ્ય તરફ લઇ જવાની જવાબદારી અમારી છે. આ જવાબદારીઓ નિભાવતા સામે પડકારો જેવા કે, ગામની ભૌગોલિક- સામાજિક પરિસ્થિતીઓ, સંસ્થાની આર્થિક મયૉદાઓ, વાલીઓનો શિક્ષણ પ્રત્યેનો ઉદાનીસ અભિગમ તથા વિધાર્થીઓની શારિરીક- મનો શારિરીક અધ્યતન અવસ્થા તથા ટાંચા મયૉદિત શૈક્ષણિક સંશાધનો વચ્ચે પ્રતિવષૅ શાળાના સારા પરિણામો લાવવામાં સફળ રહીએ છીએ. જેમાં, શાળાના કુશળ સ્ટાફની કાયૅનિષ્ઠા, ચોકસાઇ, આયોજનપૂવૅકની મહેનત તથા વિધાર્થીઓની અનુબધ્ધતા જવાબદાર છે. આ કારણે શૈક્ષણિક તથા સહશૈક્ષણિક સિધ્ધિઓએ. બાળકોમાં ચેતના આપી છે.

દરેક બાળકમાં કોઇને કોઇ બાબતમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા હોય છે. વિધાર્થીઓની આ ક્ષમતાને ઓળખી તેને કેંન્દ્રમાં રાખી શૈક્ષણિક આયોજનને સમાંતર જ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું વ્યવસ્થિત આયોજનના લીધે સમયપત્રક જરાયે ખોરવાયા વિના બાળકના સવૉગી વિકાસના અભિગમને સંપૂણૅ ન્યાય મળી રહે એ માટેના તમામ પ્રયત્નો અત્રેથી આદયૉ છે. પ્રયત્નોની ફળસ્તૃતિ એ રહી કે, ૨૦૦૮ થી આજ પયૅત વિધાર્થીઓ વિવિધ સ્પધૉઓ જેવી કે ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, રમતગમત, એન.સી.સી., સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા આટૅ & ક્રાફટ વગેરેમાં ભાગ લઇ આજે વિવિધ ક્ષેત્રોમાં શાળાકક્ષા થી લઇ રાષ્ટ્રીય કક્ષા સુધી નોંધપાત્ર સિધ્ધિઓ પ્રાપ્ત કરી રહયાં છે. આ ગૌરવવંતી સિધ્ધિઓ તથા શિક્ષણમાં ખુબ જ અગત્યના પ્રોજકેટ તરીકે જેની નોંધ લેવાય રહી છે, એવો ઇનોવેટી પ્રોજેકટ, “ઓલ સવ્જેકટ લાઇવ કલાસરૂમ વીથ સ્માટૅ એકટીવ લર્નીગ પ્રોસેસ” કોન્સેટટ તથા વિશિષ્ટતા એ છે કે ભારતભરમાં પ્રથમ વખત આ ‘અંજુમન’ શાળામાં આકાર લઇ રહયો છે એવા પ્રોજેકટ ને કારણે આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અંજુમન શાળાની સરાહના થઇ રહી છે. આ ઉપરાંત ‘બ્લોસમ કેર’ અંતગૅત લર્નીગ એબલ કલાસ, બેઝિક બ્યુલ્ટ અપ બિલ્ડીંગ, કોમ્પ્યુટર, ઇંન્ટરનેટ , આટૅ & ક્રાફટ તથા ટેકનો- ક્રાફટ જેવાં વિવિધ સ્કીલનું ડેવલોપમેન્ટ, વિવિધ બાહય સ્પધૉત્મક પરીક્ષાઓ તથા કાઉંન્સેલીંગ, હેલ્થ & હાઇજીન, મેન્ટલ હેલ્થ, અને કવોલીટી બેઝ પ્રોગામ દ્રારા જીવન કૌશલ્ય ને ખીલવવું જેવી વિશિષ્ટ કાયૅ પ્રવૃત્તિઓને લઇ શાળાના પ્રિન્સીપાલે અને શિક્ષકો ને વિવિધ એવોડૅથી નવાજિત કરવામાં આવ્યાં.આમ સમયના અરીસામાં અંજુમનનું ઝળહળતું પ્રતિબિંબ સૌના હદયને આનંદની અનુભુતિ કરાવી છે. આનંદની આ અસીમ અનુભૂતિ અમને સતત આગળ વધવાનું જોમ અને પ્રેરણા પૂરી પાડે છે.

અંતે, શાળામાં વિવિધ વિષયોના લાઇવકલાસ રૂમ્સ, વિશાળ –રમત- ગમતનું મેદાન, નવનિમૉણ થઇ રહેલી કોમ્યુટરલેબ, અટલ ટીકરીંગ લેબ, ક્રિએટીવ સાયન્સ લેબ તથા સ્પેસ કલબ જેવી વિવિધ કલબો, શિસ્તબધ્ધ આયોજન , સતત ગતિશીલ સમયપત્રક , શાળામાં ઉછળતી પેઢીના મીઠા કલરવથી ગુંઝતુ તથા સંગીતમયભાસતું આ સુંદર ‘અંજુમન’ શાળા સંકુલ સ્નેહ, સદભાવના તથા સતકાર્યોનું પ્રતિક સમાન છે.

WhatsApp WhatsApp us